Uncategorized

ભ્રષ્ટાચાર વિરુદ્ધ રૂપાણી સરકારની ઝીરો ટોલરન્સ પોલિસી, દેશભરમાં ગુજરાતમાં સૌથી ઓછો કરપ્શન રેટ

ભ્રષ્ટાચાર વિરુદ્ધ રૂપાણી સરકારની ઝીરો ટોલરન્સ પોલિસી, દેશભરમાં ગુજરાતમાં સૌથી ઓછો કરપ્શન રેટ

કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ કઠોર નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર પણ દેશના વડાપ્રધાનના નકશા કદમ પર ચાલી રહી છે, ત્યારે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ લિ. ઈન્ડિયા દ્વારા ઈન્ડિયા કરપ્શન સરવે 2019 મુજબ આખા ભારતમાં ગુજરાત સૌથી ઓછો કરપ્શન રેટ ધરાવતું સ્ટેટ છે. જ્યારે સૌથી વધુ ભ્રષ્ટચારનું પ્રમાણ કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાં જોવા મળ્યું છે.

ઈન્ડિયા કરપ્શન સરવે 2019માં દેશનાં 64 % પુરૂષો અને 36 % મહિલાનો મત લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના આ સરવે માટે કુલ 1 લાખ 90 હજાર પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા, જેમાંથી 1.20 લાખ રાષ્ટ્રીય અને 70 હજાર રાજ્યકક્ષાનાં સરવેમાં મળેલા છે. જે અંતર્ગત ગુજરાત સૌથી ઓછા કરપ્ટ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે.  ત્યારે ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારના પ્રમાણમાં આવેલા ઘટાડાનું કારણ રૂપાણી સરકાર દ્વારા સરકારી કામકાજોમાં લાવવામાં આવેલી પારદર્શિતા છે, અને તેના જ પરિણામ સ્વરૂપે વચેટિયા પ્રથા દૂર થતા ગુજરાત ભ્રષ્ટાચારમુક્ત રાજ્ય બની રહ્યું છે.

આ સર્વે પરથી લોકોએ તે વાત સમજવાની જરૂર છે કે, કોંગ્રેસના શાસન દરમિયાન દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ટોચ પર રહ્યું હતું, અને હાલ પણ જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, ત્યા લોકોને પોતાના કામો નિકાળવા માટે લાંચ આપવી જ પડે છે, જેનું જીવંત ઉદાહરણ રાજસ્થાન રાજ્ય છે, જ્યા 78 % લોકમત કહે છે કે, અહીંના લોકોને પોતાના કામ માટે લાંચ આપવી પડે છે. જ્યારે મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસીના કારણે ભાજપની સરકાર ધરાવતા રાજ્યો તથા દેશભરમાં ભ્રષ્ટાચારના પ્રમાણમાં ઘટાડો આવી રહ્યો છે.  ત્યારે મોદી સરકારે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઉઠાવેલા કઠોર પગલાઓના કારણે જ દેશ ધીમે ધીમે ભ્રષ્ટાચારથી મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યો છે.