અમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ

રાજ્યમાં ફરીવાર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે રાજ્ય ચૂંટણીપંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને 41 તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણી માટે 9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્યારે 17 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. જ્યારે 29 ડિસેમ્બર(રવિવાર)ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ જો પુનઃમતદાન યોજવું પડે તો તે 30 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 31 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
અમદાવાદ જિલ્લા પંચાયતની બે હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ચૂંટણી યોજાશે.
જિલ્લા અને તાલુકા પંચાયતની કઈ કઈ બેઠકો પર ચૂંટણી છે તે અંગેનું લિસ્ટ જાણવા નિચેની લિંક પર ક્લિક કરો.
pete-election-2019-2_1575281158