તાજા સમાચારગુજરાત

મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, બળાત્કારીઓને ફાંસીની સજા મળે તે માટે કોર્ટમાં કરાશે માંગ – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

255views

રાજ્યમાં મહિલાઓની સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટ્ટિબદ્ધ છે. ત્યારે રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઇને રાજ્ય સરાકરે આરોપીને ફાંસી સજા મળે તેવી કોર્ટ સામે માગ કરશે.

રાજ્યામાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા આકરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે રાજ્યમાં ગુજકોટોક બિલને પણ લાગુ કરી દીધુ છે. ત્યારે બળાત્કાર જેવા બનાવોને સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી નાબૂત કરવા રાજ્ય સરકાર આકરા પગલાઓ લેવા તૈયાર છે.

વધુમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કટિબદ્ધ છે. રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની માગ કરશે. તેમજ પીડિતાઓને ન્યાય અપાવવા માટે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરશે.