તાજા સમાચારદેશ

પાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહી પડે

116views

પાસપોર્ટની પ્રક્રિયામાં સૌથી જટિલ સમસ્યા હોય તો તે છે પોલીસ વેરીફિકેશનની. પરંતુ હવે ટેકનોલોજીની મદદથી અરજદારોની આ સમસ્યાનું પણ નિરાકરણ લાવવાનો ગૃહવિભાગે પ્રયાસ કર્યો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હવે પાસપોર્ટ વેરિફીકેશન માટે અરજદાર પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાય પરંતુ પોલીસ જ અરજદારના ઘરે જશે. પોલીસ દ્વારા પાસપોપ્ટ પોકેટકોપની મોબાઈલ એપ્લિકેશનથી વેરિફીકેશનની કામગીરી કરાશે.

અમદાવાદ પોલીસ કમિશનરે આ માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને પોકેટકોપ એપ્લિકેશન વડે પાસપોર્ટ વેરિફીકેશનની કામગીરીની સુચના આપી છે.અત્યાર સુધી પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી બાદ પોલીસ સ્ટેશનના પાસપોર્ટ વિભાગ દ્વારા અરજદારોને વેરિફીકેશન માટે રહેઠાણના પુરાવા સહિતના દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશન બોલાવાતા હતા.

કેટલાક કિસ્સાઓમાં અરજદારો દ્વારા રહેઠાણના ખોટા પુરાવાઓ રજૂ કરાતા હતા અને પૈસાની લઈને આવા પુરાવાની કોઈ ખરાઈ કરાતી ન હતી. પરંતુ વિદેશ જતી વખતે એરપોર્ટ પર વેરિફીકેશન દરમ્યાન ખામીઓ પકડાઈ જતી હતી.

હવેથી પોલીસ પાસપોર્ટ વેરિફીકેશન માટે અરજદારના ઘરે જઈ અરજી વખતે દર્શાવેલા રહેઠાણે તે રહે છે કે નહી તેની ખાતરી કરશે.. આ પોકેટકોપ એપ્લિકેશન દ્વારા અરજદારોને મેસેજ પહોંચી જશે તેમજ જે પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટની કામગીરી કરતી પોલીસ દ્વારા ફોન કરીને જાણ કર્યા બાદ અરજદારના ઘરે જઈને વેરિફીકેશન થતા પાસપોર્ટની કામગીરી ઝડપી બનશે..