તાજા સમાચારદેશ

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા છે, આગામી દાયકો ભારતનો રહેશે: બિલ ગેટ્સ

168views

મોદી સરકાર 2.0 એ પોતાના બીજા કાર્યકાળમાં દેશની 5 ટ્રિલ્યન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લિધા છે. ત્યારે ભારતની આર્થવ્યવસ્થાને લઇને બિલ ગેટ્સે કહ્યું કે, આગામી દાયકામાં ભારતમાં ખૂબ ઝડપથી વિકાસ થવાની સંભાવના છે અને આ વિકાસથી ભારતની ગરીબી દૂર થશે સાથે સરકાર આરોગ્ય અને શિક્ષણમાં વધુ રોકાણ કરી શકશે.

  • શું કહ્યું બિલ ગેટ્સે

બિલ ગેટ્સે ભારતમાં થઇ રહેલા વિકાસના કાર્યોને લઇને કહ્યું કે,આગામી દાયકો ભારતનો રહેવાનો છે અને તે સમય દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેક વ્યક્તિને આશા છે કે, ભારતમાં ઉચ્ચ વિકાસ થવાની પ્રબળ સંભાવના છે.  ભારત એક એવો દેશ છે જ્યા અનેક શ્રેષ્ઠ સંશોધકો છે. દેશમાં આધાર અને યુપીઆઈ દ્વારા જે સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે અને આ પ્રકારની સેવાઓને વ્યાપકપણે સ્વીકૃત કરવામાં આવી રહી છે. જેના કારણે દેશમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળી રહ્યા છે..

  • મોદી સરકારના પ્રયત્નો

મહત્વપૂર્ણ બાબત એ છે કે, મોદી સરકારે કાળા ધનને દેશવટો આપવાના ઉદ્દેશ્યથી નોટબંધીની જાહેરાત, જીએસટીનું અમલીકરણ,  બેંકિંગ સેક્ટરના ફસાયેલા દેણાની સમસ્યાના સમાધાન માટે કાયદામાં સંશોધન તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારી સબસિડી સિસ્ટમમાં સુધારની સાથે સાથે ગ્રામીણ વિદ્યુતીકરણ, તમામને પોતાનું ઘર, ડિજિટલાઈઝેશન જેવી ઘણી મહત્વકાંક્ષી યોજનાઓ લાગુ કરીને દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવનું કામ કર્યું છે.