તાજા સમાચારદેશ

18 નવેમ્બરના રોજ શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, 27 બિલો રજૂ કરાશે

121views

આગામી 18 નવેમ્બરના રોજ સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે. ત્યારે આ સત્રમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ તથા નાગરિકતા સુધારણા બિલ સહિત ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી નાગરિકતા સુધારણા બિલનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. આ ખરડો કાયદો બન્યા પછી, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઝોરોએસ્ટ્રિયન અને ખ્રિસ્તી ધર્મ આધારિત લઘુમતી સમુદાયોએને 12 વર્ષને બદલે 6 વર્ષ બાદ ભારતીય નાગરિકત્વ મેળવી શકશે. આ શિયાળુ સત્રમાં સંસદમાં 27 બિલો રજૂ કરવામાં આવવાના છે.

  • રામ મંદિર ટ્રસ્ટ

કેન્દ્રની મોદી સરકાર સંસદના શિયાળુ સત્રમાં રામ મંદિર નિર્માણ માટેના ટ્રસ્ટનું બિલ લાવશે.  આ બિલમાં ટ્રસ્ટની તમામ શક્તિઓ અને સદસ્યોનો ઉલ્લેખ કરવામાં આવશે. આ ટ્રસ્ટમાં કેન્દ્ર, રાજ્ય સરકાર, રામ મંદિર ન્યાસ, નિર્મોહી અખાડાના સભ્યો સહિત નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ થઈ શકે છે.

  • નાગરિકતા સુધારણા બિલ

નાગરિકતા સુધારણા બિલ જાન્યુઆરી 2019 માં લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં તે પસાર થયું ન હતું. આ પછી બિલ રદ કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર મોદી સરકાર આ બિલ લાવી રહી છે. આ બિલ આવ્યા બાદ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઝોરોએસ્ટ્રિયન અને ખ્રિસ્તી ધર્મ આધારિત લઘુમતી સમુદાયોએને 12 વર્ષને બદલે 6 વર્ષ બાદ ભારતીય નાગરિકત્વ મેળવી શકશે.