તાજા સમાચારદેશ

ચોકીદારને ચોર કહેનારા જ નિકળ્યા હેરાફેરીના એક્સપર્ટ.. કરી 100 કરોડની ટેક્સ ચોરી

344views

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આવકવેરા ટ્રિબ્યુનલ તરફથી મોટો ઝટકો મળ્યો છે. યંગ ઈંડિયા ચેરીટેબલ ટ્રસ્ટ કહેવાની ગાંધી પરિવારની અરજીને ટ્રિબ્યુનલે નકારી કાઢી હતી. હવે તેની સામે 100 કરોડ રૂપિયાના આવકવેરાનો કેસ ફરીથી ખોલી શકાશે.

ગાંધી પરિવારે યંગ ઈન્ડિયન લઇને દાવો કર્યો હતો કે, આ એક ચેરીટેબલ ટ્રસ્ટ છે અને તેના કારણે તેને ટેક્સમાં છુટ મળવી જોઇએ. પરંતુ ટ્રિબ્યુનલે ગાંધી પરિવારના આ દાવાનો અસ્વિકાર કરતા ગાંધી પરિવારની માંગને રદ કરી છે. યંગ ઈન્ડિયની વાત કરવામાં આવે તો તેમા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, આસ્કર ફર્નાડિસ, સામ પિત્રોડા અને સુમન દુબે શેયર હોલ્ડર છે.

શું કહ્યું ટ્રિ્બ્યુનલે ?
આ બાબતે ટ્રિ્બ્યુનલે કહ્યું કે, કંપનીની પ્રવૃતિઓ ચેરીટેબલ સંસ્થાની શ્રેણીમાં આવતી નથી. ત્યારે અરજીકર્તાની ટેક્સમાં છૂટ મળવાની માગને રદ કરવામાં આવે છે. જેનો મતલબ એ થયો કે રાહુલ ગાંધીની વિરૂદ્ધ હવે 100 કરોડ રૂપિયાનો ટેક્સમાં હેરાફેરીનો કેસ ફરી ખોલવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ ડીલને લઇને અનેક પ્રકારના જુઠ્ઠાણા ફેલાવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલને આપેલા ચુકાદા પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે, રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા તમામ નિવેદનો પાયા વિહોણા છે, ત્યારે બીજાને ચોર કહેનારા રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર જ 100 કરોડની ટેક્સ ચોરીના કેસમાં ફસાતો દેખાય છે.