તાજા સમાચારગુજરાતદેશ

મહિલાઓને પણ ખુબ પસંદ આવી રહી છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના, આજદિન સુધી આવી 17.65 લાખ અરજીઓ

101views

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતો, ખેડૂતો માટે સદાય ચિંતા કરનારી સરકાર રહી છે. દેશના નાગરિકને વૃદ્ધાવસ્થામાં કોઇ સામે હાથ ન ફેલાવો પડે તે માટે મોદી સરકાર દ્વારા એક આશીર્વાદરૂપ યોજના લાગું કરવામાં આવી અને તેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના.

આમ તો મોદી સરકાર દ્વારા લોકહિત હેતું લાગુ કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ લોકો મેળવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ પણ ખુબ પસંદ રહી છે. આ યોજનાના લાગુ કર્યા બાદના આજદિન સુધી 17.65 લાખ અરજીઓ આવી છે. જેમાં ગુજરાતના કુલ 3.60 લાખ લોકોએ યોજનાના લાભાર્થે અરજીઓ કરી છે.

માહિતી મુજબ, હરિયાણાના કુલ 6.15 લાખ લોકોએ આ યોજના માટે અરજી કરી હતી, જ્યારે મહારાષ્ટ્રમાંથી કુલ 5.71 લાખ અરજીઓ આવી, ઉત્તર પ્રદેશમાંથી 5.36 લાખ લોકોએ આ યોજના માટે રસ દાખવ્યો છે. સાથે જ બિહારમાં 1.64 લાખ, ઓડિશામાં 1.44 લાખ અને ઝારખંડમાંથી 1.26 લાખ લોકોની અરજીઓ આવી છે.

લોક કલ્યાણ હેતુ મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ કરોડો દેશવાસીઓ ઉઠાવી રહ્યા છે. ત્યારે મોદી સરકારની લોકહિતની નીતિના પરિણામે જ આજે દેશના દરેક નાગરિકને આરોગ્ય સારવારથી લઇને પેન્શન સુવિધાનો લાભ મળી રહ્યો છે.