તાજા સમાચારગુજરાત

રાફેલ મુદ્દે કોંગ્રેસની ઓછી રાજનીતિને ઉજાગર કરતો આજથી ભાજપનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

148views

  ‘રાહુલ ગાંધી માફી માંગે’ ના નારા સાથે જીલ્લા સ્તરે પ્રતીકાત્મક ધરણા કાર્યક્રમો યોજાશે

કોંગ્રેસના અપ્રચાર અને જુઠ્ઠાણાઓને રાજ્યની જનતા સમક્ષ ઉજાગર કરવા આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લા સ્તરે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ‘રાહુલ ગાંધી માફી માંગે’ ના નારા સાથે ધારણા યોજવામાં આવશે.રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે પુનર્વિચારની અરજી ફગાવતા સ્પષ્ટ કરી દીધું કે રાફેલ સોદા ની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને નિયમો મુજબ થયેલ છે.સપ્રીમ કોર્ટના નિર્ણય થી કોંગ્રેસ દેશ અને વૈશ્વિક સ્તરે ખુલી પડી ગઈ. રાષ્ટ્રીય સુરક્ષાના મામલે નિમ્ન સ્તરની રાજનીતિ કરી કોંગ્રેસે લોકશાહીનું અપમાન કર્યું હતું.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ પાર્ટી દ્વારા સંસદમાં અને જાહેરમંચ પરથી લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સતત જુઠ્ઠુ બોલીને તથા રાજકીય સ્વાર્થ માટે દેશ હીત ને નેવે મૂકી રાફેલ જેવા રાષ્ટ્રીય મામલા પર કોંગ્રેસ દ્વારા ઓછી રાજનીતિ કરવામાં આવી હતી. કોંગ્રેસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અંગે મર્યાદાહીન શબ્દોનો વારંવાર પ્રયોગ કરી દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો અને વૈશ્વિક સ્તરે દેશ અને નરેન્દ્ર મોદીની છબી ખરડાવવાનો પ્રયાસ કર્યો હતો. દેશની જનતાને ગુમરાહ કરી મર્યાદાહીન અને હલકી રાજનીતિ કરવા બદલ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટી જાહેરમાં દેશની જનતાની માફી માંગે તેવી માંગ ભાજપ દ્વારા કરાઈ છે

રાફેલ સોદા મામલે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા સાબિત કરે છે કે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો સંપૂર્ણ રીતે ખોટા અને ગેરમાર્ગે દોરનારા હતા . ડિસેમ્બર 2018 બાદ ફરી એકવાર 14 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસને ફટકાર લગાવી.