તાજા સમાચારગુજરાત

નદી વચ્ચે વાંચનનો વિકલ્પ..પુસ્તક મેળાનુ અનોખું આકર્ષણ

136views

વાંચનના શોખીનોની તરસ છીપાવે તેવા પુસ્તક મેળાનો દબદબાભેર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત પુસ્તક મેળાના ઉદ્દઘાટન પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે, પુસ્તકો હરહંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપે છે. સોશિયલ મીડિયાના યુગમાં પુસ્તકોનો સાથ ન છૂટવો જોઈએ તેમ જણાવા સીએમે કહ્યુ કે પરમાત્માનું સરનામું આત્મા અને હ્રદય છે તો સંસ્કૃતિનું સરનામું પુસ્તક છે.

Image result for પુસ્તક મેળો વિજય રૂપાણી

આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ, કવિ સંમેલનો, સાહિત્ય ગોષ્ટી જેવા ઉપક્રમોથી હોલીસ્ટીક લિટરેચર ફેસ્ટીવલનો લાભ શહેરીજનોને મળશે તેવી આશા સીએમે વ્યકત કરી છે. મહાત્મા ગાંધીજીએ રસ્કીનના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી અને દક્ષિમ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય નેલ્સન મંડેલાએ ગાંધીજીના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી. આમ પુસ્તકો જ માનવી માટે પ્રેરણારૂપ બની રહે છે.

આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ ફ્લોટીંગ લાયબ્રેરીનું નવું નજરાણું અમદાવાદને ભેંટ આપ્યું છે જેનાથી નાગરિકો રિવરફ્રન્ટની સુંદરતા વચ્ચે પુસ્તક વાંચવાનો અનેરો આનંદ ઉઠાવી શકશે.