તાજા સમાચારગુજરાત

હવે નહી જવું પડે વિદેશ, ગુજરાતમાં બનશે નવા 13 આઈલેન્ડ

226views

તાજેતરમાં જ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે કમાણીની બાબતમાં એક વર્ષમા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તાજ મહેલને પણ પાછળ પાડી દીધો છે. રાજ્યમાં નવા વિકસતા ટુરિસ્ટ ડેસ્ટિનેશનને કારણે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ કુદકેને ભૂસકે વધી રહ્યો છે..

ગુજરાતમાં વધુને વધુ લોકો પ્રવાસે આવે તે હેતુથી રાજ્ય સરકારે ગુજરાતના આઈલેન્ડ પર પ્રવાસનની સંભાવનાઓને ચકાસવાનું શરૂ કર્યુ છે. આ માટે રાજ્યના 144માંથી 13 આઈલેન્ડના 50 હેક્ટર વિસ્તારને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીક ડેવલોપ કરવાનું નક્કી કરાયુ છે. રાજ્યની દરિયાઈ સૃષ્ટી જોખમાય નહી અને પ્રવાસીઓને પુરતી સુવિધા મળી રહે તે હેતુથી દરિયા કિનારાની નજીક આવેલા આઈલેન્ડને વિકસીત કરાશે.

જામનગર નજીક આવેલો પીરોટન ટાપુ પણ તેમાંથી એક છે. જામનગરના બેડી બંદરેથી દરિયામાં 12 નોટિકલ માઈલ દૂર આ ટાપુ આવેલો છે. લગભગ 3 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ ટાપુની આસપાસ અદ્દભૂત દરિયાઈ સૃષ્ટિ ઉપરાંત મેન્ગ્રોવના જંગલ છે. જોકે અહી જવા માટે ગુજરાત સરકારના વન વિભાગ, કસ્ટમ ખાતા અને બંદર ખાતાની પરવાનગી લેવી ફરજીયાત છે.