તાજા સમાચારગુજરાત

અમદાવાદ નહી બને દિલ્હીની જેમ ગેસ ચેમ્બર

86views

દિલ્હીમાં હાલ સૌથી મોટો ટ્રાફિક અને પ્રદૂષણનો પ્રશ્ન છે..અવાર નવાર હેડલાઈન બનતી હોય છે દિલ્હી હવે ગેસ ચેમ્બર બની ગયુ છે અને દિલ્હીની હવા ઝેરી બની રહી છે. આવી સ્થિતિ ઝડપથી વિકસતા અમદાવાદની ના બને તે માટે કોર્પોરેશન અને રાજ્ય સરકારે એક્શનપ્લાન ઘડી કાઢ્યો છે..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે થયેલા કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટથી શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાનો રોડમેપ તૈયાર કરાયો છે. જે અંતર્ગત પ્રદૂષણમાં કેવી રીતે ઘટાડો થશે તેની વિગતો રજૂ કરાઈ છે. ડોક્યુમેન્ટમાં જણાવ્યા પ્રમાણે આગામી 5 વર્ષમાં ઉત્પન્ન થતા કાર્બનમાં 54 ટકાનો ઘટાડો કરાશે..

આ માટે લાઈટ વિભાગ 2025 સુધીમાં સૂર્ય અને પવન ઉર્જાના માધ્યમથી મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટકા જરૂરિયાતો તેમાંથી સંતોષશે જેનાથી 1,56,728 ટન કાર્બન ઉત્સર્જન અટકશે. ડ્રેનેજ વિભાગ ગટરના 67 ટકા પાણીનું શુદ્ધિકરણ કરી સિક્વેનશિયલ બેઝ્ડ રિએક્ટર ટેકનોલોજીથી 50 ટકા કાર્બન ઉત્સર્જન ઘટાડશે.

સોલિડ વેસ્ટ વિભાગ પીરાણા ડમ્પ સાઈટનું લેવલિંગ તથા 100 ટકા કચરાનું પ્રોસેસિંગ કરીને 60,728 ટન પ્રતિ વર્ષ કાર્બન ઉત્સર્જન અટકાવશે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 100 ટકા સીએનજી અને ઈલેક્ટ્રીક કરી 70 હજાર ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાકો કરાશે. કાર્બન સિક્વેસ્ટ્રેશન માટે શહેરનું ગ્રીન કરવા 15 ટકા કરાશે. આમ અમદાવાદને પ્રદૂષણથી મુક્ત કરવા માટે અત્યારથી જ તેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.