તાજા સમાચારગુજરાત

ધરતીપુત્રો માટે રાજ્ય સરકારનો પાણીદાર નિર્ણય, સિંચાઇ સુવિધા માટે 249.61 કરોડ રૂપિયાની યોજનાને આપી મંજૂરી

157views

ખેડૂતો દ્રારા સરકાર સામે સિંચાઇના પાણી માટે અનેક રજૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે અગાઉની સરકારો ખેડૂતોના કોણીએ ગોળ ચોપડી હાથ ખંખેરી લેતી હતી. જ્યારે ભાજપ સરકારે ખેડૂતોના કપરા સમયમાં હંમેશા તેઓના વહારે આવી છે. ત્યારે રૂપાણી સરકાર દ્વારા વધુ એક પાણીદાર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા 249.61 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે.

ખેડૂતો વધુમાં વધુ પાક લઇ શકે તેવા હેતુસર સિંચાઇ માટેના પાણીની સુવિધા પુરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ખેડૂતોના હિત માટે રૂપાણી સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા 249.61 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. આ સાથે ભૌગોલિક પરિસ્થિતીને કારણે લાંબાગાળાથી સિંચાઇ વંચિત રહેલા પૂર્વપટ્ટીના ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવા રાજ્ય સરકારે આ યોજનાને મંજૂરી આપી છે.