Uncategorized

ડાયમંડ સીટીની બદલાશે ‘સૂરત’ દેવદિવાળીની ઐતિહાસિક ભેંટ

ડાયમંડ સીટીની બદલાશે ‘સૂરત’ દેવદિવાળીની ઐતિહાસિક ભેંટ

રાજ્ય સરકારે સુરતને દેવદિવાળીની વિશેષ ભેંટ આપતા ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સુરતના ડેવલોપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેક્ટર જમીનના 201 જેટલા વિવિધ રિઝર્વેશનને લગતા પડતર પ્રશ્નોનું નિરાકરણ લવાયું છે. છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલા પ્રશ્નોનુ સીએમ રૂપાણીએ નિવારણ લાવ્યું છે.

સુરતના વિકાસની જરૂરિયાતોનો ધ્યાને રાખીને આ રિઝર્વ જમીનોમાંથી 50 ટકા કપાતના ધોરણે ટી. પી. સ્કીમ બનાવવાનો નિર્ણય કર્યો છે. જાહેર સુવિધાઓ માટે સુડાની 50 હેક્ટર, મનપાની અંદાજે 390 હેક્ટર સાથે 440 હેક્ટર જમીન રિઝર્વેશનથી મુક્ત થશે. ઉપરાંત અન્ય હેતુઓ અને એજન્સીઓ માટે અનામત રખાયેલી 415 હેક્ટર જમીનને પણ રિઝર્વેશનમાંથી મુક્ત કરાઈ છે.

સુરત મહાનગરપાલિકાની કુલ 844 હેક્ટર જમીન રિઝર્વેશનથી મુક્ત થતા આ જમીનો બાંધકામ માટે ઉપલબ્ધ થશે જેનાથી સસ્તા દરે આવાસની યોજના વધુ ઝડપી બનતા રિયલ એસ્ટેટ સેક્ટરને બુસ્ટ મળશે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે સુરતના મેયર, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુખ્ય સચિવ મુકેશ પુરી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય કરાયો છે.