Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટી બની પર્યટકોની પહેલી પસંદ, પ્રવાસીઓની સંખ્યામાં થયો 50 % નો વધારો

રાહુલ ગાંધીએ સરદાર સાહેબના મૂર્તિની સરખામણી પગરખાં સાથે કરી તો પરેશ ધાનાણી એ મૂર્તિની સરખામણી ભંગાર સાથે કરી, રાહુલ તો ઠીક પણ શું હવે પરેશભાઈ પણ બોલવાની સમજ ગુમાવી ચુક્યા છે?

અખંડ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં નર્માદા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં બનાવવામાં આવી અને આ પ્રતિમાએ એક બાદ એક રેકોર્ડ બ્રેક કર્યા છે. હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કમાણીની દ્રષ્ટીએ તાજ મહેલની ચમકને પણ ઝાંખી કરી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો નોંધાયો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સૂત્રોના જણાવ્યા અનુસરા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યટકો માટે નાઇટ ટ્રેકીંગ, ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વિગેરે પ્રવૃતિઓ વિકસાવવામાં આવેલ છે. આ સાથે રાત્રે ઝગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો “ગ્લો ગાર્ડન” પણ સમગ્ર દેશમાં અજોડ છે જેને નિહાળવા દરરોજ 4 થી 5 હજાર પ્રવાસીઓ ઉમટે છે. જેના કારણે કેવડીયાએ પ્રવાસીઓ માટે એક અનેરૂ આકર્ષણ સ્થળ બનવા પામેલ છે.

તાજેતરમાં કેવડીયા ખાતે રીવર રાફ્ટીંગ તેમજ સાયક્લીંગ જેવી પ્રવૃતિઓ વિકસાવવામાં આવેલ છે અને આવી પ્રવૃતિઓનો કારણે યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઇ રહ્યા છે. પ્રવાસીઓની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણથી લઇને 10 નવેમ્બર 2019 સુધીમાં કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધેલ છે.