Uncategorized

અયોધ્ય જમીન વિવાદ: અયોધ્યાની વિવાદીત જમીન રામલલાને અપાઈ, સુપ્રિમ કોર્ટનો ચુકાદો

150views

સુપ્રિમ કોર્ટનો ચુકાદો.
1 . આયોધ્યામાં રામ મંદિર બનાવાશે
2. વિવાદિત જમીન રામલલાને મળશે
3. મુસ્લિમ પક્ષને અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન અપાશે
4. કેન્દ્ર સરકાર રામ મંદિર બનાવવાના નિયમો બનાવશે
5. 3 મહિનામાં  કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવી કરે રામ મંદિરનું નિર્માણ

દેશ માટે આજનો દિવસ ખૂબ મોટો અને મહત્વનો છે. કારણ કે વર્ષો પછી આજે આયોધ્ય વિવાદનું નિરાકરણ આવી ગયું છે. આયોધ્યા ખાતે ટ્રસ્ટ બનાવી રામ મંદિરનું નિર્માણ કરવાનો આદેશ સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

સીજેઆઈએ મહત્વનો નિર્ણય વાંચતા કહ્યું કે, ‘વિવાદિત જગ્યા રામલલાને આપવામાં આવશે, મુસ્લિમોને મસ્જિદ માટે અન્ય સ્થળે જમીન આપવામાં આવશે, સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવામાં આવશે,  સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને 3 મહિનાની અંદર રામ મંદિર નિર્માણનો એક્શન પ્લાન તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે