તાજા સમાચારદેશ

રામભક્તિ હોય કે રહીમભક્તિ,આપણા સૌ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો આ સમય છે – પીએમ મોદી

રામભક્તિ હોય કે રહીમભક્તિ,આપણા સૌ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો આ સમય છે – પીએમ મોદી

વર્ષો પછી આજે આયોધ્ય વિવાદનું નિરાકરણ આવી ગયું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,  દેશની સુપ્રીમ કોર્ટે અયોધ્યા અંગે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે તે કોઈએ જીત અથવા હાર તરીકે જોવો જોઈએ નહીં.

સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામશે અને મંદિરના નિર્માણ હેતુ કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવીને રામ મંદિરનું નિર્માણ કરશે. ત્યારે આ મહત્વપૂર્ણ ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી છે

શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ –

રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય આપણા સૌ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાની છે.  સાથે જ દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સુમેળ અને એકતા જાળવવી.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય અનેક કારણોસર મહત્વપૂર્ણ છે:
– આ દર્શાવે છે કે, વિવાદના સમાધાનમાં કાનૂની પ્રક્રિયાને કેટલી મહત્વપૂર્ણ છે.
– દરેક પક્ષને તેની દલીલો રજૂ કરવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી હતી.
– ન્યાયના મંદિરે દાયકાઓ જુના કેસને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લીધો.