Uncategorized

અયોધ્યામાં સરકાર સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું : સંઘના વડા મોહન ભાગવત

અયોધ્યામાં સરકાર સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું : સંઘના વડા મોહન ભાગવત

દશકોથી ચાલી રહેલી  આયોધ્યા વિવાદનો આજે અંત આવ્યો છે. સાથે જ પક્ષ અને વિપક્ષે પણ ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા નિર્ણયને આવકાર્યો છે. ત્યારે સંઘના વડાએ પણ આ બાબતે પ્રતિક્રિય આપતા કહ્યું કે, અમે સરકાર સાથે મળીને કામ કરીશું.

કોર્ટના ચુકાદા બાદ સંઘના વડા મોહન ભાગવતે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે, અમે સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના  નિર્ણયના કારણે જનતાની ભાવનાને ન્યાય મળ્યો છે. આ ચુકાદાને હાર જીતની ભાવનાથી ન જોવો જોઈએ. સાથે જ અમે અયોધ્યામાં સરકાર સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું.

સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા દેશની જનભાવના, આસ્થા અને શ્રદ્ધાને ન્યાય આપનારા નિર્ણયનો રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સ્વાગત કરે છે. દશકો સુધી ચાલેલી દાયકા સુધી ચાલનારી લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આ અંતિમ નિર્ણય થયો છે. આ લાંબી પ્રક્રિયામાં રામ જન્મભૂમિ સંબંધીત તમામ પાસાઓનો બારીકાઈથી વિચાર થયો છે. તમામ પક્ષો દ્વારા પોત પોતાના દૃષ્ટીકોણ રાખવામાં આવ્યા હતા અને તેનું મુલ્યાંકન થયું હતું.”