તાજા સમાચારગુજરાતદેશ

ભારતવર્ષનો સુવર્ણ દિવસ : રામમંદિરનો ઐતિહાસિક ચુકાદો આવ્યો અને કરતારપુર સાહિબ કોરિડોરનું થયું ઉદ્ધાટન

108views

આજનો દિવસ તમામ દેશવાસીઓ માટે ઐતિહાસિક દિવસ છે. કારણ કે આજે બે મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે. આખા દેશની નજર આજે આયોધ્ય વિવાદના ચુકાદા પર હતી ત્યારે બીજી તરફ ઐતિહાસિક ઘટના બનાવ પામી છે. જેમાં આયોધ્ય વિવાદના ચુકાદાની સાથે જ 72 વર્ષ બાદ આજ રોજ કરતારપુર કોરીડોરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું  છે.Image result for ram mandir

રામ મંદિર નિર્માણ-

દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક એવા અયોધ્યા રામ મંદિર કેસની સુપ્રીમ કોર્ટમાં રોજ ચાલેલી સુનાવણીનો અંત આવ્યો છે અને આખરે શનિવારે સવારે ચૂકાદો આવી ગયો છે કે વિવાદિત જમીન પર રામ લલ્લાનો હક છે. અને મંદિર નિર્માણ માટે કોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે આગામી 3 મહિનામાં મંદિર નિર્માણ હેતુ સરકાર ટ્રસ્ટ બનાવે. Image result for kartarpur corridor modi inauguration

કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદ્ધાટન-

ભારત-પાકિસ્તાન વચ્ચે બહુચર્ચિત કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદ્ધાટન ગુરૂનાનક દેવના 550માં જન્મ દિવસના રોજ કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં ડેરા બાબા નાનક જઇને કરતારપુર કોરીડોર અને યાત્રી ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું.

ધ્યન દોરવા બાબત એ છે કે, મોદી સરકાર જે દિવસથી સત્તામાં આવી છે ત્યારથી લઇને આજદિન સુધી નિડર થઇને દેશના વિકાસ માટે એવા ઐતિહાસિક નિર્ણયો લિધા છે જેની રાહ દેશ છેલ્લા ઘણા દાયકાઓથી કરી રહ્યો હતો. ત્યારે હવે લોકોએ પણ સ્વિકાર્યું છે કે, ભારતનો વિકાસ ખરા અર્થમાં માત્ર ને માત્ર મોદી સરકાર જ કરી શકે છે.