ગુજરાતUncategorized

શિક્ષકોને મળશે બિન શૈક્ષણિક કાર્યો માંથી મુક્તિ, વિદ્યાર્થીઓના ઉજવળ ભાવિષ્ય માટે મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

163views

શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવાની સોથા સાથ બાળકોનું મધ્‍યાન્‍હ ભોજન તૈયાર કરાવવા અને તેમને જમાડવા, મતદાર યાદી તૈયાર કરવી, વસ્‍તી ગણતરી જેવી અનેક પ્રકારની કામગીરી કરવી પડતી હોય છે. અને આ  બિન શૈક્ષણિક કામગીરીની અસર વિદ્યાર્થીઓના ભણતર ઉપર થતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓના સુરક્ષિત ભાવિ માટે મોદી સરકાર દ્વારા શિક્ષકોને આગામી દિવસોમાં બધા બિન શૈક્ષણીક કામોમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવી શકે છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્‍તાવિત નવી શિક્ષણ નીતિના પોતાના ડ્રાફ્ટમાં શાળાના શિક્ષકોને બિન શૈક્ષણીક કાર્યોમાંથી સંપૂર્ણ પણે મુકત કરવાની ભલામણ કરી છે. સાથે જ આશા વ્‍યકત કરી છે કે, સરકારના આ નિર્ણયથી શાળાકીય શિક્ષણની ગુણવતામાં સુધારો જોવા મળશે. આ ડ્રાફ્ટમાં શિક્ષકોને મધ્યાહન ભોજનની કામગીરીથી દુર રાખવાની ભલામણ કરી છે.

દેશના વિકાસ માટે વિદ્યાર્થીઓનુ ભવિષ્ય સુરક્ષિત કરવું જરૂરી છે અને તે ત્યારે શક્ય બની શકે જ્યારે શિક્ષકોને બિન શૈક્ષણિક કામોમાંથી સંપૂર્ણપણે મુક્તી મળે. મોદી સરકાર શિક્ષકોને બિન શૈક્ષણિક કર્યો માંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવા જઇ રહી છે. ત્યારે સરકારના આ નિર્ણયથી શાળાકીય શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે જ તે વાત નક્કી છે.