Uncategorized

જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો ‘રાજ્ય રક્ષિત સ્મારક’

જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો ‘રાજ્ય રક્ષિત સ્મારક’

ગુજરાત સરકારે જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાની દિવાલ અને ઉપરકોટના દરવાજાને રાજ્ય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યો છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગની યાદી પ્રમાણે જૂનાગઢનો ઉપરકોટ વિસ્તારમાં રક્ષિત સ્મારક, કિલ્લાની દિવાલ અને ઉપરકોટનો દરવાજો 2,73,733 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે.રાજ્ય રક્ષિત સ્મારક જાહેર થતા તેની જાણવણીની જવાબદારી રાજ્યના પુરાતત્વ વિભાગની રહેશે. ગુજરાતની અસ્મિતા અને સસ્કૃતિની જાણવળી થતા રાજ્યના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે..

મહત્વનું છે કે જૂનાગઢમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેની મુલાકાત લેવા દેશ વિદેશથી અનેક લોકો આવે છે. જૂનાગઢમાં રાજાની હવેલી, ઉપરકોટ, અશોકનો શિલાલેખ, નરસિહં મહેતાનો ચોરા, નવઘણ કુવો ઉપરાંત ગીરનાર પર્વત પર આવેલા જૈન દેરાસરોની મુલાકાત લેવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.