તાજા સમાચારદેશ

ફંડની અછતના રાગડા તાણતી કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019 ના પ્રચારમાં 820 કરોડ ખર્ચ્યા

132views

દેશ આઝાદ થયા બાદ કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું. પરંતુ કોંગ્રેસના આટલા વર્ષોના વિકાસના સરવૈયાની ડાયરી કોરીકટ છે. જ્યારે મોદી સરકાર સત્તામાં આવતાની સાથે જ કોંગ્રેસીઓને પેટમાં ચૂંક આવવા લાગી અને ચૂંટણીઓમાં મોદી સરકારને મળી રહેલી લોકપ્રિયતા જોઇ ન શકી. અને આ લોકપ્રિયતાને તોડી ભાંગવા કોંગ્રેસે શામ,દામ, દંડ, ભેદનો ઉપયોગ કર્યો તેમ છતાય લોકોએ કોંગ્રેસને જ  જાકારો આપ્યો છે..

આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ આ જ પ્રકારનું ચિત્ર રહ્યું. જેમાં કોંગ્રેસે પ્રચાર પાછળ કરોડો રૂપિયા તો ખર્ચ્યા પણ લોકોએ પોતાનો મત ભાજપની વિકાસ નીતીને આપી કોંગ્રેસને જાકારો આપ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, કોંગ્રેસ દ્વારા 31 ઓક્ટોબરે ચૂંટણી પંચને ચૂંટણી ખર્ચની જે વિગતો આપી છે તેમાં કોંગ્રેસે વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને સિક્કિમના ચૂંટણીના પ્રચાર માટે 820 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 2014 ની લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે 616 કરોડ ખર્ચ કર્યા હતા.

મહત્વની બાબત એ છે કે, સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ ફંડની અછતનો સામનો કરી રહી છે. આ બાબતોને કોંગ્રેસ આગેવાનો દ્વારા ઘણી વખત સ્વીકારવામાં આવી હતી અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) ના અહેવાલમાં પણ આ બાબતોની ખરાઇ થઇ ગઇ છે. પરંતુ હાલમાં જે તથ્યો બહાર આવી રહ્યા છે તેનાથી કોંગ્રેસ ફંડ ડેફિસિટ થિયરી અંગે એકવાર વિચાર કરવો પડે કે, ફંડની અછત હોવા છતા પણ જો કોંગ્રેસ ચૂંટણીમાં 820 કરોડ રૂપિયા ખર્ચી દેતી હોય તો ફંડ હોય ત્યારે તો પૈસાની વરસાદ કરી દેતી હશે ને ?