તાજા સમાચારગુજરાતદેશ

ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ, દુનિયાભરમાં ભારતીય દવાઓની વધી માંગ

122views

મોદી સરકાર દેશના નાગરિકોને સ્વસ્થ્ય આરોગ્ય પુરૂ પાડવા કટ્ટીબદ્ધ છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) દ્વારા લોકોને પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ હાલ લોકપ્રિય બની રહી છે. આ સાથે જ દુનિયાભરમાં પણ ઘીમે ઘીમે ભારતીય દવાઓની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે.

દેશભરમાં ગુજરાત રાજ્યને ફાર્માસ્યુટિકલ હબ માનવામાં આવે છે. અહીં સૌથી વધારે દવાઓનો વેપાર થઇ રહ્યો છે. ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અંદાજીત 40 હજારથી વધુ ફાર્મા યુનિટ આવેલા છે. આ સાથે જ દાવોઓના વ્યવસાય દ્વારા રાજ્યભરમાં 17 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ.જી. કોશીયાના જણાવ્યા અનુસાર, દેશમાં જેટલી ઝડપથી દવાઓનો બિઝનેસ વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા દુનિયાભરમાં દર ત્રીજા બાળકને ભારતમાં બનેલી દવા આપવામાં આવી રહી છે.