Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટી હાંસલ કરશે વધુ એક વૈશ્વિક સિદ્ધિ, બનશે વિશ્વનું સૌપ્રથમ જંગલ સફારી પાર્ક

266views

સ્ટેચ્યુ ઓફ યુનિટી એક બાદ એક અનેક વિક્રમ સર્જી રહ્યું છે ત્યારે વધુ એક વેશ્વિક સિદ્ધિ હાંસલ કરવા જઇ રહી છે. જેમાં આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વનું પ્રથમ એવું જંગલ સફારી બનશે જ્યાં નેચરલ વાઈલ્ડ લાઈફ જોવા મળશે.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 565 રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું હતું. ત્યારે મોદી સરકારે કલમ 370 અને 35(A)ને હટાવી અખંડ ભારતના નિર્માણનું સ્વપ્ન પુરૂ કર્યું છે. જ્યારે બીજી તરફ આટલા વર્ષો સુધી કોંગ્રેસે સરદારની આ કામગીરીને ઝાંખી કરવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ મોદી સરકારે નર્મદા ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક બાદ એક અનેક વિક્રમ સર્જી રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી દિવસોમાં વિશ્વનું પ્રથમ એવું જંગલ સફારી બનશે જ્યાં નેચરલ વાઈલ્ડ લાઈફ જોવા મળશે.Image result for safari park at statue of unity

વિશ્વના પ્રથમ જંગલ સફારી પાર્કની વિશેષતા

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ વચ્ચે લગભગ 375 એકરમાં બની રહેલ જંગલ સફારી પાર્કને આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. કેવડિયાના જંગલ સફારીમાં પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવામાં આવ્યો છે. સાથે હરણ અને સાબર પણ લાવવામાં આવ્યા છે. આ સિવાય સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશો માંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહિતનાં પક્ષીઓ-પ્રાણીઓ અહીં લાવવામાં આવી રહ્યાં છે. આ સાથે સક્કરબાગ ઝૂ અને જૂનાગઢ ઝૂમાંથી સિંહ, વાધ, ચિત્તો સહિતનાં અન્ય પ્રાણીઓ પણ અહીં લાવવાનું કામ ચાલુ છે.Image result for safari park at statue of unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બની રહેલા સફારી પાર્કમાં 189 પ્રજાતિના 1500 થી વધુ પશુ પક્ષીઓ વિવિધ ઝોનમાં રાખવામાં આવશે. જયારે વિદેશી ઔરંગ ઉટાન, રેક્સ, આલ્ફા લામા, એમ્પાલા પ્રજાતિના પ્રાણીઓ ભારતમાં ક્યાંય નથી જે અહીંયા પ્રવાસીઓને જોવા મળશે. 12 જેટલા વિવિધ પ્રજાતિના હરણ હશે. અહીં નાના બાળકો વિદેશી નાના નાના પ્રાણીઓ અને પક્ષીઓ સાથે રમી પણ શકશે. પ્રવાસીઓ માટે ખાસ પ્રકારની ઈ-કારની વ્યવસ્થા કરાઈ છે તથા ૭૫ એકરમાં જાનવરો માટે ઘાસચારો પણ ઉગાડવામાં આવ્યો છે. કેવડિયા જંગલ સફારી પાર્કમાં રોજના 1000 થી 1500 જેટલા પ્રવાસીઓ આવી શકશે. આ સફારી પાર્કમાં સ્થાનિક 350 જેટલા આદિવાસીઓને રોજગારી પણ મળશે.