તાજા સમાચારગુજરાત

રાજકોટની એઈમ્સમાં મળશે વિશ્વકક્ષાની સુવિધાઓ

112views

રાજકોટમાં ૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર એઈમ્સમાં૭પ૦ બેડની કેપેસીટી તથા વિવિધ રર જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ, ૭પ ICU બેડ અને કેઝયુલિટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ થશે. રાજકોટમાં એઈમ્સની કામગીરી સીએમ વિજય રૂપાણીએ સમીક્ષા કરી.. એઈમ્સ માટે ડિઝાઈન કન્સલ્ટન્ટની નિમણૂંક થઈ ચૂકી છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે જે આગામી 4 મહિનામાં પૂર્ણ થશે.

રાજકોટ એઈમ્સના મુખ્ય સુવિધાઓ

મુખ્ય હોસ્પિટલ

ટીચીંગ માટે એકેડમિક બ્લોક

હોસ્ટેલ્સ

ફેકલ્મી માટે રહેવાની વ્યવસ્થા

સ્ટાફ ક્વાટર્સ

આયુષ માટે બ્લોક

દર્દીના સગાવ્હાલા માટે ધર્મશાળા

શોપિંગ સેન્ટર

કેન્ટીન કોમ્પલેક્સ

દિનદયાળ ઔષધિ સ્ટોર્સ

સીએમ રૂપાણીએ રાજ્યકક્ષાએથી ડી. પી. રોડ, પાવર કનેક્શન, વોટર કનેક્શન સહિત તમામ મંજૂરીઓ સગવડો તાત્કાલિક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી છે અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી છે.