Uncategorized

પીએમ મુદ્રા યોજના દ્વારા 11.2 મિલિયન લોકોને મળી નોકરી

પીએમ મુદ્રા યોજના દ્વારા 11.2 મિલિયન લોકોને મળી નોકરી

મોદી સરાકર સત્તામાં આવતાની સાથે જ દેશમાં વિકાસની લહેર જોવા મળી રહી છે અને મોદી સરકારના વિકાસલક્ષી કાર્યોના કારણે જ  દેશની જનતાએ મોદી સરકારને એક મજબૂત જનાદેશ આપ્યો છે. મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી પુરી પાડવા માટે પણ સતત કાર્યશીલ રહી છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સંસ્થઓએ પ્રાપ્ત કરેલી લોનના આધારે ઉત્પન્ન થતી નોકરીઓમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.

દેશમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત એપ્રિલ 2015 માં કરવામાં આવી હતી. સર્વે અનુસાર 2015 થી 2018ની વચ્ચે કુલ 11.2 મિલિયન નવી નોકરીઓ પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા ઉતપન્ન થઇ છે.

શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ તૈયાર કરાયેલ પીએમ મુદ્રા યોજના અંગેના અહેવાલ મુજબ, મુદ્રા લોનની સહાય મેળવનાર સંસ્થાઓમાં લોન લિધા પહેલા 39.3 મિલિયન લોકો નોકરી કરતા હતા. જ્યારે આ જ સંસ્થાએ મુદ્રા યોજનાનો લાભ મેળવ્યા પછી નોકરી કરતા લોકોની સંખ્ય વધીને 50.4 મિલિયન થઈ ગઇ છે.