Uncategorized

હોટેલ/ રેસ્ટોરાંમાં ગ્રાહક કિચન ચેક કરી શકશે, રૂપાણી સરકારનો સ્વાસ્થ્યલક્ષી નિર્ણય

ઓછી જમીન ધરાવતા ખેડૂતોના જીવનમાંથી અંધકાર દૂર કરવા રાજ્ય સરકારે ઉઠાવ્યું આ પગલું

ઘણીવાર હોટેલ-રેસ્ટોરાંના ભોજનમાં જીવાત કે ગંદકી હોવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોટલો- રેસ્ટોરાં સામે સરકારે લાલ આંખ કરી છે અને લોકોને હોટલો- રેસ્ટોરાંમાં ગુણવત્તા વાળું ભોજન મળી રહે તે માટે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે જે  અંતર્ગત સામાન્યથી લઈને સેવનસ્ટાર હોટેલની રેસ્ટોરાંમાં પણ ગ્રાહકને કિચનમાં જતાં રોકી શકાશે નહી. હોટેલ/ રેસ્ટોરાંમાં ગ્રાહક  કિચન ચેક કરી શકશે, રૂપાણી સરકારનો સ્વાસ્થ્યલક્ષી નિર્ણય

રાજ્યની રૂપાણી સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, જે મુજબ હોટેલ/ રેસ્ટોરાંમાં પણ ગ્રાહકને કિચનમાં જતાં રોકી નહિ શકાય. કોઈપણ ગ્રાહક રેસ્ટોરાં ચાલુ હોય ત્યારે બેધડક તેનાં રસોડાંમાં સ્વચ્છતા, હાઇજિન અને ખોરાકની ગુણવત્તા અંગે તપાસ કરી શકશે. પરિપત્ર મુજબ દરેક રેસ્ટોરાંમાં ફરજીયાત કાચનાં દરવાજા પણ મુકવાના રહેશે, જે થી બહારથી પણ ગ્રાહકો જે-તે રેસ્ટોરાંનું રસોડું જોઈ શકે. આ પરિપત્રમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના સંબંધિત અધિકારીઓને રેસ્ટોરાંમાં જઇ ને રસોડા પર લાગેલાં “નો એન્ટ્રી”નાં અને “એન્ટ્રી વિથ પરમિશન ઓન્લી”ના પાટિયાં ઉતરાવી લેવા આદેશ થયો છે.  રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રની હકારાત્મક અસર જોવા મળશે.