Uncategorized

CM રૂપાણીએ ટ્વિટર પર દીદીનો ઉધડો લીધો, “તમારા રાજ્યની પ્રજાને તમાશાની નહીં, વિકાસની જરૂર છે!”

CM રૂપાણીએ ટ્વિટર પર દીદીનો ઉધડો લીધો, "તમારા રાજ્યની પ્રજાને તમાશાની નહીં, વિકાસની જરૂર છે!"

કહેવાય છે ને અધુરો ઘડો વધુ છલકાય, કંઇક આવું જ બન્યું છે બંગાળના સીએમ મમતા બેનરજી સાથે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ JEE પરીક્ષાઓ ગુજરાતીમાં પણ લેવા બાબતે ટ્વિટર પર બફાટ કર્યો હતો. ત્યારે તેનો સીએમ વિજય રૂપાણીએ  ટ્વિટ કરીને દીદીને જવાબ આપ્યો હતો કે, તમારા રાજ્યની પ્રજાને તમાશાની નહીં, વિકાસની જરૂર છે.

CM રૂપાણીએ ટ્વિટર પર દીદીનો ઉધડો લીધો, "તમારા રાજ્યની પ્રજાને તમાશાની નહીં, વિકાસની જરૂર છે!"

નેશનલ ટેસ્ટ એજન્સીએ પ્રેસનોટમાં જણાવ્યું છે કે, 2013ની સાલમાં જ રાજ્યોને પોતાની સ્થાનિક ભાષામાં JEE પરીક્ષા લેવા વિકલ્પ અપાયો હતો અને જે તે સમયે આખા દેશમાંથી માત્ર ગુજરાતે પોતાની સ્થાનિક ભાષામાં પરીક્ષા લેવા મંજૂરી માંગી હતી અને મળી પણ હતી.

 

શું કહ્યું બંગાળના સીએમ મમતા બેનર્જીએ?

‘મને ગુજરાતી ભાષા ગમે છે. સમગ્ર દેશમાં JEE મુખ્ય પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ભાષમાં જ હોય છે, જો પરીક્ષા ગુજરાતીમાં લઈ શકાય, તો બંગાળી ભાષા સહિત પ્રાદેશિક ભાષામાં કેમ ન લઇ શકાય ?

 

શું કહ્યું સીએમ વિજય રૂપાણીએ?

CM રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, “ભાગલાવાદી દીદી, તમારા રાજ્યની પ્રજાને આવા તમાશાની નહિ, વિકાસની જરૂર છે!  હવે જ્યારે સત્ય બહાર આવી ગયું છે ત્યારે તમારે તમારા જૂઠ બદલ લોકોની માફી માંગવી જોઈએ!”