તાજા સમાચારગુજરાતદેશ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હાંસલ કરી વધુ સિદ્ધિ, એક વર્ષમાં કમાણી 63 કરોડને પાર

86views

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વધુ સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે 182 મીટરની સરદાર પટેલની પ્રતિમાએ કમાણીના મામલામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણના એક વર્ષમાં 63 કરોડ રૂપિયાથી વધારે કમાણી થઈ છે.

આ એક વર્ષ દરમિયાન અહીંયા ટિકિટ વેચાણની જવાબદારી સંભાળતા સરદાર પટેલ રાષ્ટ્રિય એકતા ટ્રસ્ટે રેકોર્ડ 63.29 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ જ સમયગાળા દરમિયાન તાજમહાલની કમાણી 56 કરોડ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે, કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય આકર્ષણો જેવા કે વેલી ઓફ ફ્લાવર, મ્યુઝિયમ, સરદાર ડેમ અને પ્રાણીસંગ્રહાલય પણ પર્યટકોને આકર્ષી રહ્યા છે.

આમ એમાં કોઈ શક નથી કે મોદીના હાથમાં જે પણ મુદ્દો આવેએ ચોક્કસપણે અંજામ સુધી પહોંચે જ છે એ પછી ગંગા શુદ્ધિકરણ હોય,બહુમત સાથે ચૂંટણીની જીતવાની વાત કે પછી આતંકવાદનો સફાયો ,કલમ 370 નાબુદીનો નિર્ણય કે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટાઇક જાણે મોદી ભારતવર્ષ માટે સોનેરી અક્ષરે ઇતિહાસ  લખતા જ જાય છે અને આપણે આ બધામાં સાક્ષી બની સમર્થન આપી રહ્યા છીએ .