તાજા સમાચારદેશ

અર્થવ્યવસ્થાને વેગ આપવા ટૂંક સમયમાં ઉત્પાદન ક્ષેત્રની સમસ્યાઓ દૂર કરાશે – નાણા પ્રધાન નિર્મલા સિતારમન

89views
  • આર્થિક સુધારાનો બીજો રાઉન્ડ શરૂ કરાશે
  • ઉત્પાદન ક્ષેત્રની સમસ્યાઓ દૂર કરાશે

મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વધુ એક નિર્ણય લેવા જઇ રહી છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને લઇને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે, વર્તમાન સરકાર પાસે મજબૂત જનાદેશ છે અને તેના જ  કારણે ટૂંક સમયમાં સુધારાની નવી લહેર શરૂ થશે અને ઉત્પાદન ક્ષેત્રની સમસ્યાઓ પણ દૂર કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, રાજ્યસભમાં ભાજપ પાસે પૂરતી સંખ્યામાં ન હોવાને કારણે આગાઉની મોદી સરકાર ઉત્પાદન ક્ષેત્રે સુધારણા માટેના પગલા લઇ શકી ન હતી. પરંતુ મોદી સરકારની પાંચ વર્ષની કામગીરીને જોતા લોકોએ મોદી સરકારને મજબૂત જનાદેશ આપ્યો છે. જેના પરિણામે હવે સરકાર દેશની આર્થિક સ્થિતિમાં સુધારા માટેના મજબુત નિર્ણયો લઇ શકશે. કેટલાક નિષ્ણાતો અર્થવ્યવસ્થઆને વેગ આપવા માટે જમીન અને મજૂર ક્ષેત્રે તાત્કાલિક સુધારાની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર પાસે આ વખતે એક મજબૂત જનાદેશ છે, તેથી આવા સુધારાઓ પર આગળ વધવું પણ સરળ રહેશે.

ઉત્પાદન ક્ષેત્રની સમસ્યાઓ દૂર કરાશે

નાણામંત્રીએ કહ્યું કે જમીન, વીજળીનો ઉંચો દર, જમીનના વપરાશમાં ફેરફાર વગેરે જેવા અનેક ‘બાહ્ય’ પરિબળોને કારણે ઉત્પાદન ક્ષેત્રની સ્પર્ધાત્મકતા ઓછી થઈ રહી છે. ત્યારે વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવી વ્યાપાર કરી શકે તે માટે હવે મોદી સરકાર ઉત્પાદન ક્ષેત્રેના અવરોધો પણ દૂર કરવા તૈયાર છે. જેના પરિણામે દેશમાં રોજગારીની વ્યાપક તકો ઉભી થશે, સાથો સાથ દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે.