તાજા સમાચારગુજરાત

પાક વીમો ન ધરાવતા ખેડૂતો માટે રાહતના સમાચાર, 33% નુકસાન હશે તો વળતર ચુકવાશે

119views

આ વર્ષે રાજ્યમાં 144 ટકા વરસાદ પડ્યો છે. જેને લઇને ખેડૂતો ખુશ હતા. પરંતુ અંતિમ સમયે જ્યારે ખેડૂતોને પાક લેવાનો સમય હતો તે સમયે કમોસમી વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકાશન થયું છે. ત્યારે ખેડૂતોના આવા કપરા સમયે પણ રાજ્ય સરકાર મજબૂત સહારો બની છે. સાથે જ પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ 33% નુકસાન હશે તો વળતર ચુકવાશે તેવી જાહેરાત કરી છે.

કુષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, ખેડૂતોની અનેક વખત ફરીયાદ આવતી હતી કે, જ્યારે તેઓ સર્વેની કામગીરી દરમિયાન ફોન કરતા હતા ત્યારે અનેક વખત આ ફોન ઉઠાવવામાં આવતા ન હતા. આથી રાજ્ય સરકારે સૂચના આપીને ખેડૂતોની લેખિતમાં પણ ફરિયાદ લેવી. સર્વે કામગીરી કરીને વળતર ચુકવવું વીમા કંપનીની ફરજ છે.

અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે આર.સી.ફળદુએ કહ્યુ હતુ કે, “સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.