તાજા સમાચારગુજરાતદેશ

જરા હટકે…જરા બચકે…#12backbinsachivalay યે હૈ પેઈડ ટ્રેન્ડ

127views

સોશીયલ મિડિયા પર #12backbinsachivalay કરીને એક ટોપ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અમારી ટીમ દ્વારા આ ટ્રેન્ડ પર કરવામાં આવેલા રિસર્ચ પરથી સ્પષ્ટ થાય છે કે, પૈસા ખર્ચીને પેઇડ ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે. મુખ્યત્વે આવા પેઇડ ટ્રેન્ડનો હેતુ સિસસ્ટમ વિરૂદ્ધ પ્રેશર ઉભુ કરવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો હોય છે.

અમારી ટીમે જ્યારે સાઇબર એક્સપર્ટ સાથે આ ટ્રેન્ડને લઇને ચર્ચા કરી ત્યારે તેના વિશે માહિતી સામે આવી કે, આ મુદ્દાને ટોપ ટ્રેન્ડમાં બનાવવા માટે પ્રોફેસન્લ એજન્સીઓ દ્વારા બલ્કમાં ટ્વિટ કરવામાં આવી છે. પ્રોફેસન્લ એજન્સીઓ દ્વારા #12backbinsachivalay ટ્રેન્ડ સેટ કરવા માટે 50 હજારથી વધુ ટ્વિટ કરવામાં આવી.

જ્યારે અમારી ટીમ દ્વારા આ ટ્રેન્ડમાં કરવામાં આવેલી ટ્વિટોનું એનાલિસીસ કરતા જણાયું કે, આ ટ્રેન્ડમાં 8 હજાર જેટલી ટ્વિટો એવી છે કે જેને આ વિષય સાથે દૂર દૂર સુધી કોઇ છેડા નથી, 10 હજાર જેટલી ટ્વિટો વિષય વિરૂદ્ધના વિડીયો અને ફોટા ટ્વિટ કરવામાં આવ્યા છે. 12 હજાર જેટલી ટ્વિટો માત્ર ને માત્ર પ્રમોશન માટેની છે. સાથે 6 હજાર જેટલી આર્ટીફીશ્યલ ટ્વિટ પણ કરવામાં આવી છે.

#12backbinsachivalay ટ્રેન્ડની ટ્વિટોનું એનાલિસીસ

ફેક એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટો – 8000 ટ્વિટ
આર્ટીફીશ્યલ ટ્વિટ – 6021 ટ્વિટ
#12backbinsachivalay સાથે અલગ મુદ્દાઓ પર કરવામાં આવેલી ટ્વિટ – 12,056 ટ્વિટ
ફોરેન એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ- 4567 ટ્વિટ
ચેન્લોના ઇન્ટરવ્યું – 7821 ટ્વિટ
ફની વિડિયો – 10,546 ટ્વિટ
ગુજરાતી મુવીના ટ્રેલર – 586 ટ્વિટ
હિન્દી ગીતો – 5864 ટ્વિટ