Uncategorized

વિવાદો અને બળવાખોરોથી ધેરાયેલી કોંગ્રેસ

વિવાદો અને બળવાખોરોથી ધેરાયેલી કોંગ્રેસ

દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. પાર્ટીમાં ચાલી રહેલા વિખવાદો અને આંતરિક સમસ્યાઓના કારણે કોંગ્રેસ માટે ફરી સત્તામાં આવવા માટેના તમામ દરવાજાઓ બંધ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મોદી સરકાર સત્તામાં આવતાની સાથે જ લોકોએ પણ કોંગ્રેસને દિલમાંથી નિકાળી દીધી છે. લોકોએ પંચાયતી ચૂંટણીઓથી લઇને વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો આપ્યો છે. જેના કારણે હવે જાણે કોંગ્રેસ માટે હાર પચાવવી સરળ બની છે પરંતુ તેના તકવાદી નેતાઓ દ્વારા કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે પાર્ટીનુ વર્ચસ્વ પણ ભૂતકાળ બનવાની આરે આવી ગયું છે.

કોંગ્રેસ વર્કિગ કમિટિના લોકો પણ ગાંધી પરિવારની ચમચાગીરી કરવામાંથી ઉંચા નથી આવતા. ગત લોકસભામાં જ્યારે કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો તે સમયે રાહુલ ગાંધીએ પક્ષ સાથે ઉભા રહેવાને બદલે પદ છોડી ભાગી ગયા હતા. ત્યારે દેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સલમાન ખુરશીદ, દિગ્વિજય સિંહ ,રાશીદ અલ્વિ જેવા નેતાઓ પોતાના નિવેદનોના કારણે કોંગ્રેસના કોફીન પર ખીલ્લા ઠોકી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં સિંધિયા બન્યા નવી મુસીબત

એક તરફ કોંગ્રેસ પોતાની અસ્તિત્વને ટકાવી રાખવા માટે વલખા મારી રહી છે ત્યારે તેમના માટે નવી એક મુશ્કેલી સામે આવી છે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના જ પક્ષ વિરુદ્ધ બળવો ફૂંક્યો છે. તેમણે મધ્યપ્રદેશની કોંગ્રેસી કમલનાથ સરકાર પર યોગ્ય રીતે ખેડુતોની લોન માફ ન કરી હોય તેવો આક્ષેપ કર્યો છે.

વિવાદો અને બળવાખોરોથી ધેરાયેલી કોંગ્રેસબળવાખોરોથી ઘેરાયેલી કોંગ્રેસ

કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમ જેલમાં ગયા બાદ કોંગ્રેસમાં અનેક વાર બળવાખોરી સામે આવી છે. સાથે જ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હોય તેમ કોંગ્રેસ સાથે વ્યવહારો બંધ કર્યા છે. મહારાષ્ટ્રમાં ટિકિટ ફાળવણી દરમ્યાન સંજય નિરુપમને ખોટું લાગતા તેમણે કોંગ્રેસ છોડવા સુધીની વાત કરી નાખી હતી. સાથે જ તેમણે જાહેરમાં કહ્યું છે કે, કોંગ્રેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે મતભેદો છે.