ગુજરાતUncategorized

ST કર્મચારીઓ માટે આનંદના સમાચાર, રાજ્ય સરકારે આપી મોટી ભેટ

151views

એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગરા પર કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે એસટી વિભાગના કર્મચારીઓના પગાર વધારાની મોટી જાહેરાત કરી છે. આ મુદ્દે સરકાર તરફથી જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસ.ટી.ના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆત કરવામાં આવી હતી તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેને પગલે એસટી વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને તેનો ફાયદો મળશે

કોનો કેટલો પગાર વધારવામાં આવ્યો

વર્ગ પહેલાનો પગાર વધારેલો પગાર
સિનિયર અધિકારી વર્ગ –2 16,800 40,000
જુનિયર અધિકારી 14,800 38,000
સુપરવાઇઝર વર્ગ-3 14,500 21,000
ડ્રાઈવર કમ કંડકટર 11,000 18,000
એકમ કક્ષાના કર્મચારી 10,000 16,000
એસ.ટી નિગમ વર્ગ-4 9,000 15,000

 

12,692 ફિક્સ પગાર કર્મચારીઓને આ પગાર વધારાનો ફાયદો થશે