તાજા સમાચારગુજરાત

કોંગ્રેસની કમર પર છેલ્લો ખિલ્લો મારવાનો મોકો તમને મળ્યો છે – સીએમ રૂપાણી

102views

આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાયડ વિધાનસભા બેઠક ખાતે જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસની નાવડી ડૂબી ગઇ છે, કોંગ્રેસની નેતાગીરી હતાશ અને નિરાશ થઇ છે. જેના કારણે દિવસે ને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસની કમર પર છેલ્લો ખિલ્લો મારવાનો આપ સૌને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. જ્ઞાતી જાતીને અથડાવવાના પાપ હંમેશા કોંગ્રેસે કર્યા છે.

લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, મોદી સરકાર દ્વારા ગરીબ માણસને ગંભિર બિમારીઓ સામે સસ્તી સ્વાસ્થ્ય સારવાર મળી રહે, લોકોને આસરો મળી રહે, પીવાનું શુદ્ધ પાણી, 24 કલાક લાઇટની સુવિધા, શૌચાલયની વ્યવસ્થા, મનરેગા યોજના જેવી અનેક યોજનાઓ થકી નોધારાનો આધાર ભાજપ સરકાર બની છે. જ્યારે કોંગ્રેસ સરકારે પોતાના સત્તાકાળ દરમ્યાન નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી ન હતી અને તેના જ કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બહેનોને પાણી ભરવા માટે કેટલાય કિલોમીટર સુધી ચાલીને જવુ પડતું હતુ. જ્યારે મોદી સરકારે સત્તામાં આવતાની સાથે જ ડેમના દરવાજાની મંજૂરી આપી અને સરકારના આવા હકારાત્મક નિર્ણયના કારણે આજે ડેમ આટલા વર્ષોમાં પ્રથમ વખત છલકાયો છે. જેના કારણે આગમી 2 વર્ષો સુધી રાજ્યના ખેડૂતોને સિંચાઇનુ તથા પીવાનું પાણી મળી રહેશે.