Uncategorized

વિદ્યાર્થીઓને ભેટ: ગુજરાત સરકાર શરૂ કરી રહી છે આ 5 જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ

વિદ્યાર્થીઓને ભેટ: ગુજરાત સરકાર શરૂ કરી રહી છે આ 5 જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ
The Prime Minister, Shri Narendra Modi interacting with the students of GMERS Medical College, at Vadnagar, in Gujarat on October 08, 2017.

1. પોરબંદરમાં મેડિકલ કોલેજ બનશે
2. રાજપીપળામાં મેડિકલ કોલેજ બનશે
3. નવસારી જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે

મોદી સરકાર દ્વારા દેશનાં દરેક નાગરિકને ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળે તે માટે પ્રયાસ કરી રહી છે. સાથે જ ગરીબ પરીવારોને મફત સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટેની અનેક યોજનાઓ લાગુ કરી છે. ત્યારે દેશના જે જીલ્લાઓમાં મેડિકલ કોલેજની સુવિધા ન હોય તેવા કુલ 75 જીલ્લાઓમાં મેડિકલ કોલેજના નિર્માણનો નિર્ણય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યના 5 જીલ્લાઓમાં મેડિકલ કોલેજ ફાળવવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી કે, રાજ્યના નવસારી, પોરબંદર, રાજપીપળામાં મેડિકલ કોલેજો બનશે, તેમજ બાકીના 2 જિલ્લાઓની પસંદગી રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. આ મેડીકલ કોલેજના નિર્માણમાં કેન્દ્ર સરકારનું 60% અને રાજ્ય સરકારનું 40% નાણાકિય યોગદાન રહેશે. આ કોલેજોના નિર્માણના કારણે મેડિકલ કોલેજને GMERS નો દરજ્જો મળશે તથા મેડિકલની સીટોમાં વધારો થશે. રાજ્યમાં રૂા. 325 કરોડને ખર્ચે મેડિકલ કોલેજનું નિર્માણ થશે જેમાંથી કેન્દ્ર સરકાર 195 કરોડની મદદ કરશે જ્યારે રાજ્ય સરકાર 130 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે.