Uncategorized

નાના માણસોના મોટા કામનો ‘સેતુ’

નાના માણસોના મોટા કામનો ‘સેતુ’

સામાન્ય રીતે કહેવાય છે કે, સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવું એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે. પરંતુ ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રયમે આ વાતનો ખોટી સાબિત કરી બતાવી. અત્યાર સુધીમાં સેવા સેતુના ચાર તબક્કામાં 1.53 કરોડ અરજીઓના સકારાત્મક ઉકેલ લવાયો છે. એટલે અત્યાર સુધી થયેલી કુલ અરજીઓમાંથી 99 ટકા અરજીઓના સકારાત્મક નિકાલ કરાયો.

પાંચમાં તબક્કાનું વનબંધુ વિસ્તાર દાહોદના અંતેલાથી સીએમ વિજય રૂપાણે પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્ય સરકારની પારદર્શી અને લોકાભૂમિક શાસનપ્રણાલીના પ્રતીતિ સેવા સેતુ કાર્યક્રમ કરાવે છે. સેવા સેતુ હેઠળ રાજ્ય સરકારની 57 સેવાઓ નાગરિકોને ઘરની નજીક મળે છે. જેમાં વિધવા સહાય, આયુષ્યમાન કાર્ડ, અમૃતમ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર વિવિધ પ્રકારના દાખલાઓ તો મળે જ છે. સાથે જ અબોલ પશુજીવીઓની જીવદયા સેવાભાવના સાથે પશુઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું છે..

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 90 હજાર કરોડનો ખર્ચ કરાયો છે. જેમા પીવાના પાણીથી લઈને શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ વધુ સુલભ અને સારી બનાવાઈ છે..