તાજા સમાચારદેશ

કોંગ્રેસના નેતાએ જ કમલનાથ સરકારનો ભાંડો ફોડ્યો

કોંગ્રેસ પાર્ટી હંમેશા પરિવારવાદ, આંતરિક વિખવાદ અને જૂથબંધીને લઇને ચર્ચામાં આવતી હોય છે. કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પક્ષ વિરોધી ટિપ્પણો કરવામાં આવી રહી છે. સાથે જ સિનિયર નેતાઓની મનમાનીના કારણે અન્ય કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષના નેતાઓ પક્ષની સ્થિતિ તથા પક્ષના નેતૃત્વને લઇને બળવો ફૂંકી રહ્યા છે. ત્યારે વધુ એક કોંગ્રેસી નેતાએ જ કમલનાથ સરકારનો ભાંડો ફોડી નાંખ્યો.

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના જ પક્ષ વિરુદ્ધ બળવો ફૂંક્યો છે. તેમણે મધ્યપ્રદેશની કોંગ્રેસી કમલનાથ સરકાર પર યોગ્ય રીતે ખેડુતોની લોન માફ ન કરી હોય તેવો આક્ષેપ કર્યો છે. સિંધિયાએ મધ્યપ્રદેશના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ચૂંટણી સમયે કમલનાથ સરકારે કહ્યું હતું કે અમે અમે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી આપશું, જ્યારે તેની સામે આ સરકારે અત્યાર સુધીમાં માત્ર 50,000 રૂપિયા સુધીની લોન માફ કરી છે.

દિગ્વિજયસિંહના ભાઈએ પણ પ્રશ્નો ઉભા કર્યા

પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણસિંહે પણ કમનલાથ સરકારની દેવા માફીની યોજના પર જ સવાલો ઉભા કર્યા હતા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, ખેડૂતોની દેવા માફી સંપૂર્ણ રીતે થઈ નથી, તેથી રાહુલ ગાંધીએ લોકોની માફી માંગવી જોઈએ.