તાજા સમાચારદેશ

ભારતમાં બનશે રાફેલનું એન્જિન ! ફ્રન્સની કંપનીનો પ્રસ્તાવ

• ભારતને મળ્યું પ્રથમ રાફેલ ફાઇટર પ્લેન
• સ્વદેશી એન્જિન બનાવવાનો પ્રસ્તાવ
• ભારતમાં જ રાફેલ ફાઇટર પ્લેનનું એન્જિન બનાવવાનો પ્રસ્તાવ આવ્યો છે. આ એન્જિન બનાવતી કંપનીએ કહ્યું કે, આ માટે તે ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે.

રાફેલ ફાઇટર પ્લેનનું એન્જિન બનાવનારી ફ્રાન્સની એરોસ્પેસ કંપની સેફરાને ભારતમાં રાફેલ પ્લેનનું એન્જિન બનાવવા માટેનો પ્રસ્તાવ સંરક્ષણ સંશોધન અને DRDO ને મોકલ્યો છે. ફ્રાન્સની કંપનીએ કહ્યું કે, રાફેલનું એન્જિન ભારતમાં બનાવવુંં શક્ય છે અને આ માટે તેઓ ભારતમાં ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. કંપનીના CEO ઓલિવિયર એન્ડ્રિઝે કહ્યું કે, ‘ અમે અમારી ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માંગીએ છીએ. જેથી ભારતમાં પણ પ્રથમ ફાઇટર એરક્રાફ્ટ એન્જિન તૈયાર થઈ શકશે.

ભારતને શું ફાયદો થશે

જો આ પ્રસ્તાવ સફળ થશે તો,તે મેક ઈન ઈન્ડિયાને વેગ મળશે. એટલે કે, ભારત આ એન્જિનનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ પણ કરી શકે છે. ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લેએ ભારતને રાફેલ પ્લેન સોંપતા સમયે કહ્યું કે, અમે મેક ઈન ઈન્ડિયા નીતિને સમર્થન આપીશું. આ ફક્ત ફાઇટર પ્લેન મેળવવાની વાત નથી પણ સૈન્ય ભાગીદારીમાં સુધારો કરવાની વાત છે. અમે ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.