તાજા સમાચારદેશ

“J&K: પૃથ્વી પરના સ્વર્ગમાં આપનું સ્વાગત છે,” ૭૦ દિવસો બાદ પરત ખેંચાઇ ટ્રાવેલ એડવાઇઝરી

• જમ્મુ-કાશ્મીરમાં આજથી પ્રવાસીઓનેે મળશે એન્ટ્રી
• રાજ્યપાલે ટ્રાવેલ એડવાઇઝરી પરત ખેંચી

પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતું જમ્મુ-કાશ્મીર ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. જમ્મુ કાશ્મીર રાજ્યના વહીવટી તંત્ર દ્વારા 2 ઓગસ્ટના રોજ અમરનાથ યાત્રાના તમામ મુસાફરોને ખીણમાંથી નીકળી જવા માટેની એડવાઇઝરી બહાર પાડી હતી. ત્યારે હવે લગભગ 70 દિવસ બાદ આ એડવાઇઝરી પરત ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કલમ 37૦  રદ થયા બાદ પ્રથમ વખત પ્રવાસીઓ સરળતાથી ખીણની મુલાકાત લઈ શકશે.

370 ને રદ કરવામાં આવે તે પહેલાં એટવાઇઝરી લાગુ કરવામાં આવી હતી

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે વર્ષો જૂની કલમ ૩૭૦ દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ વિકાસલક્ષી નિર્ણય પહેલા જમ્મુ-કાશ્મીરમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેવા હેતુસર કેન્દ્ર સરકારે સુરક્ષા દળો તૈનાત કર્યા હતા અને 2 ઓગસ્ટેના રોજ અમરનાથ યાત્રાને અધવચ્ચેથી અટકાવવામાં પણ આવી હતી. જેની સાથે કાશ્મીરમાં પ્રવાસીઓની બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે રાજ્યપાલે આ એડવાઇઝરી દૂર કરી લોકો સરળતાથી જમ્મુ કશ્મીરના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ શકે તેવો નિર્ણય લીધો છે.

સ્વર્ગમાં ફરી આપનું સ્વાગત છે

રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે સલાહકારો અને મુખ્ય સચિવ સાથે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી. આ સમય દરમિયાન, તેમણે આ એડવાઇઝરી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને આ ઓર્ડર 10 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.