તાજા સમાચારદેશ

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, મોદી સરકારે લીધા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય

120views

કેબિનેટના મહત્વપૂર્ણ નિર્ણયો

  • ખેડૂત 30 નવેમ્બર સુધી કિસાન સન્માન નિધિ માટે આધાર નંબર આપી શકે છે.
  • આશા વર્કરોનો પગાર 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવામાં આવ્યો છે.
  • કેન્દ્રિય કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો

મોદી સરકારે દિવાળી પહેલા કેન્દ્રિય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મળતી માહિતી મુજબ, કેબિનેટ બેઠક દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના 5 ટકા મોંઘવારી ભથ્થા (ડીએ) વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 12 ટકાથી વધીને 17 ટકા થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળના આ નિર્ણયો વિશે માહિતી આપી હતી કે, કેન્દ્રિય કર્મચારીઓના વધારેલા મોંધવારી ભથ્થાની રકમ જુલાઈ 2019 થી આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને ફાયદો થવાની સંભાવના છે.