તાજા સમાચારદેશ

મોદી સરકારે 5300 કાશ્મીરી પરિવારોને આપી દિવાળીની ભેટ

મોદી સરકારે 5300 કાશ્મીરી પરિવારોને આપી દિવાળીની ભેટ

બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK) થી વિસ્થાપિત થયા હોય તેવા ભારતના અલગ અલગ રાજ્યોમાં વસેલા 5300 કાશ્મીરી પરિવારોને દિવાળીની ભેટ આપી છે. મોદી સરકાર દ્વારા આ પરીવારોને ૫ લાખથી વધુ રકમની સહાય આપવામાં આવશે.

આ 5300 પરિવારોના નામ પહેલા વિસ્થાપિત થયેલા પરીવારોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યુ ન હતું. પરંતુ મોદી સરકારની સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની રાજનિતીના કારણે આ 5300 પરીવારોના નામ પણ આ યાદીમાં ઉમેરવામાં આવશે તથા આર્થિક સહાય પણ આપવામાં આવશે.

વર્ષ 2016 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ POKથી આવેલા આ લોકોને 5.5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી, પરંતુ યાદીમાં નામ ન હોવાના કારણે આ 5300 પરિવારોને લાભ મળી શક્યો ન હતો. હવે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ પરિવારોને પણ આ સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા આ પરિવારોને તેમના મકાનો વસાવવા માટે આ રકમ આપવામાં આવી રહી છે.