તાજા સમાચારગુજરાતદેશ

પોરબંદરથી પાનીપત સુધી બનશે ‘ગ્રીન વૉલ ઓફ ઈન્ડિયા’

112views

કેન્દ્ર સરકાર પર્યાવરણ સંરક્ષણ અને દેશના ગ્રીન એન્વાર્યમેન્ટને વધારવા 1,400 કિલોમીટર લાંબી ગ્રીન વોલ તૈયાર કરવા અંગે વિચારી રહી છે..આફ્રિકામાં સેનેગલથી જિબૂટી સુધી બનેલી ગ્રીન પટ્ટીની જેમ ગુજરાતથી લઈને દિલ્હી- હરિયાણા બોર્ડર સુધી‘ગ્રીન વૉલ ઓફ ઈન્ડિયા’ વિકસિત કરાશે. જેની લંબાઈ 1,400 કિલોમીટર અને પહોળાઈ 5 કિલોમીટર હશે. આફ્રિકામાં ક્લાઈમેટ ચેન્જ અને વધતા રણની સમસ્યાથી છૂટકારો મેળવવા ગ્રીન બેલ્ટ તૈયાર કરાયો છે.

ભારતમાં હાલ આ વિચાર શરૂઆતી તબક્કામાં છે પરંતુ વિવિધ મંત્રાલયોના અધિકારીઓ આ પ્રોજેક્ટને લઈને ખુબ જ ઉત્સાહીત છે. જો આ પ્રોજેક્ટ પર મંજૂરીની અંતિમ મ્હોર લાગશે તો  દેશમાં વધતા પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં આ એક મિશાલ બનશે..પોરબંદરથી લઈને પાનીપત સુધી બનનારા ગ્રીન બેલ્ટથી ઘટી રહેલી વન્ય સૃષ્ટિમાં વધારો થશે. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, હરિયાણાથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી અરવ્લીની ગીરીમાળા પર ઘટતી હરિયાળીના સંકટને પણ ઓછુ કરી શકાશે. પશ્ચિમ ભારત અને પાકિસ્તાનના રણ પ્રદેશથી દિલ્હી સુધી ઉડીને આવતી ઘૂળને પણ અટકાવી શકાશે.

ઉચ્ચ સરકારી સુત્રોના મતે ભારતમાં ઘટતી વનસૃષ્ટી અને વધતા રણને અટકાવવા માટે આ વિચાર તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ (COP14) માંથી આવ્યો છે.