તાજા સમાચારદેશ

ઘરમાં આગ લાગી ગઇ, ઘરના ચીરાગથી – રાશિદ અલ્વી

74views

કોંગ્રેસમાં ચાલી રહેલા વિખવાદ અને સિનિયર નેતાઓની મનમાનીના કારણે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ કથળી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ તરફથી પાર્ટી સામે બળવો ફૂંક્યો હોય તેવા પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદે રાહુલ ગાંધી દ્વારા પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવા પર ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ કહ્યું કે, ‘તેમની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમના નેતા જ તેમને છોડી ગયા છે. રાહુલ ગાંધીના આ નિર્ણયથી કોંગ્રેસ લોકસભામાં હારનુ મનોમંથન કરી શકી નથી.

ત્યારે વધુ એક કોંગ્રેસી નેતા રાશિદ અલવીએ સલમાન ખુર્શીદને જવાબ આપ્યો છે. જેમાં તેઓએ કહ્યું કે, કોંગ્રેસના દરેક નેતા અન્ય નેતાઓનો વિરોધનો રાગ ગાઇ રહ્યા છે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. ઘરમાં આગ લાગી ગઇ, ઘરના ચીરાગથી તેવી સ્થિતિ કોંગ્રેસમાં સર્જાઇ છે. આમ કોંગ્રેસી નેતા વરિષ્ઠ નેતાઓના પગ ખેંચી નીચે પાડવાની નિતી છોડી નથી રહ્યા. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા આવા પ્રકારના નિવેદનોના કારણે તેની સીધી અસર કાર્યકર્તાઓ પર થઇ રહી છે. તેના જ પરિણામે કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે.