તાજા સમાચારદેશ

નેતા, નીતિ અને નીયત વિહોણું કોંગ્રેસ

હાલક ડોલક ખાતી કોંગ્રેસની નૈયા ખૂદ તેના જ વરિષ્ઠ નેતાઓ ડૂબાડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદે રાહુલ ગાંધી દ્વારા પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવા પર ટિપ્પણી કરી. જેના પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. એક અંગ્રેજી ન્યૂઝ પેપરમાં પ્રકાશિત સલમાન ખુર્શીદના નિવેદનવાળી ખબરને લઈને સંબિત પાત્રાએ ટ્વીટ કર્યુ કે, ‘હવે કોંગ્રેસ પાસે નેતા નથી, નીતિ નથી, અને નીયત પણ નથી.’

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ લખ્યુ કે ‘ખુર્શીદ માને છે કે, રાહુલ ગાંધી છોડીને જતા રહ્યા અને સોનિયા ગાંધી માત્ર કામચલાઉ દેખરેખ કરી રહ્યા છે.’

ખુર્શીદે કહ્યુ કે ‘તેમની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમના નેતા જ તેમને છોડી ગયા છે. રાહુલ ગાંધીના આ નિર્ણયથી કોંગ્રેસ લોકસભામાં હારનુ મનોમંથન કરી શકી નથી.અમે હારના કારણોની ચર્ચા કરવા માટે પણ એક્ઠા પણ નથી થઈ શક્યા નથી.’

આમ તો ભાજપ રાહુલના રાજીનામા પર સતત ટિપ્પણીઓ કરી રહ્યુ છે પરંતુ કોંગ્રેસની અંદરથી રાહુલ છોડીને જતા રહ્યા જેવી વાત પ્રથમ વખત સામે આવી છે. અને એ પણ સલમાન ખુર્શીદ જેવા વરિષ્ઠ અને અનુભવી નેતા તરફથી. એવામાં ભાજપને કોંગ્રેસ વિરુદ્ધ વધુ એક મજબૂત હથિયાર મળ્યું છે.