તાજા સમાચારગુજરાત

કોંગ્રેસ નેતાઓના નિવેદનોમાં “ગુજરાત વિરોધી માનસિક્તા” અને નેતૃત્વની “નિષ્ફળતા” છુપાયેલી છે

આજ રોજ ફરી એક વાર કોંગ્રેસની ગુજરાતી વિરોધી માનસિકતા સ્પષ્ટ થઇ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું છે. તોઓના દ્વારા ટિપ્પણી કરવામાં આવી કે, ગુજરાતમાં છેલ્લા 70 વર્ષોથી દારૂબંધી છે, પરંતુ સૌથી વધારે દારૂ ત્યાં જ પીવાય છે. ગુજરાતમાં લોકો ઘેર-ઘેર દારૂ પીવે છે.

સાથે જ દેશમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે કોંગ્રેસી નેતાઓ ચૂંટણીમાં લોકોના હિતની વાતોને બાજુમાં રાખીને લોકોની લાગણીઓને ઠેસ પહોંચે તેવા નિવેદનો આપતી હોય છે. જેમાં કોંગ્રેસના વિરષ્ઠ નેતા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા દેશને એક કરનારા એવા સરદાર સાહેબનું અપમાન કરવામાં પણ કશું જ બાકી રાખ્યુ નથી. કોંગ્રેસી નેતા દ્વારા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીને ભંગાર કહીને સરદાર સાહેબનું અ૫માન કર્યું હતું.

કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી  દ્વારા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા. અને કોંગ્રેસ તરફથી આ પ્રકારના નિવેદનો પરથ સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસના મનમાં ગુજરાતીઓ પ્રત્યે કેટલી નફરત છે. અને આ નફરત અવાર નવાર અલગ અલગ ટિપ્પણીઓ સ્વરૂપે બહાર આવતી હોય છે. ત્યારે કોંગ્રેસની લોક હિત ભક્ષી નિતીના પરિણામે લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે.