Uncategorized

ગુજરાત નું ઘોર અપમાન કરતાં કોંગ્રેસી નેતા અશોક ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતો જણાવ્યું કે, તેઓ પણ ઈચ્છે છે કે, દારૂબંધી થાય, પરંતુ વ્યવસ્થા વિના પ્રતિબંધનો કોઈ અર્થ નહી રહે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 70 વર્ષોથી દારૂબંધી છે, પરંતુ સૌથી વધારે દારૂ ત્યાં જ પીવાય છે. ગુજરાતમાં લોકો ઘેર-ઘેર દારૂ પીવે છે.

‘ગુજરાતમાં દરેક ઘરમાં દારૂ’

ગેહલોતે ગુજરાતનું ઉદાહરણ આપતા કહ્યું કે, “આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકાયો છે. પરંતુ એ ગુજરાત છે જયાં દારૂનો સૌથી વધુ વપરાશ, ઘેર-ઘેર દારૂ પીવાય છે.”

‘કોંગ્રેસે જવાબ આપવો જોઇએ’

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અશોક ગહેલોતના આ નિવેદનને સખત શબ્દોમાં વિરોધ કરતા જણાવ્યું કે, ‘રાજસ્થાનમાં પરાજયનો સામનો કર્યા હોવાને કારણે બધા કૉંગ્રેસીઓની જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે, તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે આનો જવાબ આપવો જોઇએ અને અશોક ગહેલોતે તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ.