ગુજરાત

ગુજરાત સરકારે વાહનચાલકોને આપી રાહત

નવા મોટર વ્હીકલ્સ એક્ટને લઇને સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વાહનચાલકોને રાહત આપતા હેલ્મેટ , PUC અને HSRPની નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે સમયમર્યાદામાં વધારો કરતા 31 ઓક્ટોબર સુધી મુદ્દત વધારી છે. સાથે જ સરકાર રિક્ષા ચાલકોને પણ રાહત આપી છે. રિક્ષા ચાલકોની માંડવાળ ફી 10 હજારથી ઘટાડીને 2500 રૂપિયા કરી છે.

રાજ્ય સરકારે રીક્ષા ચાલકોની માંગને લઈ સરકારે કેટલાક નિર્ણય લીધા છે. જેમાં, રિક્ષા ચાલકોને લાયસન્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ આપવો પડે છે, જેમાં કેટલાકને કમ્પ્યુટરની માહિતી નથી હોતી તો તેમને હવે સરકાર ટ્રેનિંગ પણ આપશે. આ સિવાય બીજા માંગ તેમની એલએમવી લાયસન્સ આપવામાં આવે છે, અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફોર વ્હીલર ગાડી ચલાવવા આપવામાં આવે છે તે હતી, તો આ મુદ્દે પણ સરકારે નિર્ણય લીધો છે કે, હવે રીક્ષા ચાલકો માટે રીક્ષાનો જ ડ્રાઈવ ટેસ્ટ લેવામાં આવશે.

રિક્ષા ચાલકોની માંગ પર રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય 

  • રિક્ષા ચાલકો પાસેથી કાયદાના ઉલ્લઘન પર લેવામાં આવતો પ૨મીટ દંડ 10,000 થી ઘટાડી 2500 ક૨ાયો
  • રિક્ષા ચાલકોનો બેચ દૂર કરવાની માંગણીને સરકારે આપી મંજૂરી
  • રિક્ષા ચાલકોને કોમ્પયુટર ટેસ્ટમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા રાજ્ય સરકાર યોજશે કેમ્પ
  • LMV લાયસન્સ માટે રિક્ષા ચાલકોની પરિક્ષા રિક્ષા પર લેવામાં આવશે