તાજા સમાચારગુજરાત

ગુજરાત કોંગ્રેસમાં ફૂંકાયો આંતરિક ઝઘડોઓનો પવન, પાર્ટીમાં એકધારો અન્યાય..અન્યાય..અન્યાય.

આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળી રહી છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ટીકીટ વહેચણીને લઇને કોંગ્રેસમાં આંતરિક વિવાદો અને સિનિયર નેતાઓની નારાજગી સામે આવતી હોય છે. વળી પાછા કોંગ્રેસના એક નેતાની નારાજગી બહાર આવી છે. આ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ખુલ્લેઆમ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરીને બળાપો કાઢ્યો છે.

કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારને ખેરાલુથી વિધાનસભા પેટાચૂંટણીની ટિકિટ ન મળતા તેઓએ પાર્ટી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાથે તેમણે કહ્યું કે, હું પક્ષની સિસ્ટમથી નારાજ થયો છું. મને ટિકિટ ન મળી એટલે હું નારાજ છું. મારા રગ રગમાં કોંગ્રેસ છે, પરંતુ પાર્ટીએ મારી કદર કરી નથી. તેમણે કહ્યું કે, “પક્ષમાં જે ચાલી રહ્યું છે તે બરાબર નથી. પાર્ટીમાં માત્રને માત્ર એકધારો અન્યાય..અન્યાય..અન્યાય. કરે છે. મારો વાંધો કોઈ વ્યક્તિ સામે નહીં પરંતુ સિસ્ટમ સામે છે.

કોંગ્રેસ નેતા જયરાજસિંહ બાદ વધુ એક નેતાએ પાર્ટી અધ્યક્ષ અમિત ચાવડા વિરૂદ્ધ ખુલ્લામાં બળવો પોકાર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા અને મુસ્લિમ અગ્રણી નેતા બદરૂદ્દીન શેખને કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યુ છે. બહેરમપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતિ ઉમેદવારને ટિકીટ આપતા તેઓ નારાજ થયા હતા. જે કારણે તેમણે રાજીનામુ આપીદ દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે, પાર્ટીએ અમારી સાથે અન્યાય કર્યો છે. જેના કારણે પાર્ટીના કાર્યકરોમાં રોષ છે.