Uncategorized

પાકિસ્તાનમાં તખ્તાપલટની તૈયારી !

અગાઉ ત્રણ વખત સૈન્યશાસનની પરિસ્થિતીઓમાંથી પસાર થયેલા પાકિસ્તાન પર ફરી એક વખત સૈન્યશાસનનું સંકટ મંડળાઈ રહ્યુ છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાએ કરાંચી અને રાવલપિંડીમાં દેશના મુખ્ય વેપારીઓ સાથે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બેઠક કરી હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સેના પ્રમુખ અને વેપારીઓ વચ્ચે આ ત્રીજી બેઠક છે. આ વખતે સુરક્ષા અને ગોપનિયતા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી રખાઈ હતી. જેથી આ બેઠકમાં કયા નિર્ણયો લેવાયા તેની જાણકારી મળી નથી.

સુત્રોના મતે પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના આદેશથી અહીની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ કરાઈ છે. પાકિસ્તાનમાં 111મી બ્રિગેડનો ઉપયોગ હંમેશાથી તખ્તાપલટ કરવામાં કરાઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકારોના મતે ઈમરાન ખાનની સરકાર પાકિસ્તાનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મોર્ચે નિષ્ફળ ગઈ છે, જેથી હવે સેના ફરીથી સત્તા પોતાના હાથમાં લે તેવી શક્યતા છે. પાકિસ્તાન વર્ષ1958, વર્ષ1977, વર્ષ1999માં સૈન્યશાસનમાંથી પસાર થઈ ચૂક્યું છે.